Connect Gujarat
ગુજરાત

ISROના વડા એસ.સોમનાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં, ચંદ્રયાન-3ની સફળતા માટે શીશ ઝુકાવ્યુ

સોમનાથ મંદિરના દર્શન અને પૂજા અર્ચના બાદ ISROના ચેરમેન એસ. સોમનાથ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે સોમનાથ મંદિરના દર્શન કરે મને ખૂબ જ આનંદ થયો

X

ચંદ્રયાન ત્રણની સફળતા બાદ ISROના વડા એસ.સોમનાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યાં હતા અને ધન્યતા અનુભવી હતી ચંદ્રયાન ત્રણની સફળતા બાદ આજે ISROના વડા એસ.સોમનાથ આજે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પધાર્યા હતા.ISROના ચેરમેન એસ. સોમનાથ આજે વહેલી સવારે ટ્રેન મારફતે સોમનાથ પહોંચતા રેલવે સ્ટેશન ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને ભાજપા સંગઠન દ્વારા ઉષ્માસભર સ્વાગત અભિવાદન કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ તેઓ સોમનાથ મંદિર ખાતે પહોંચ્યા હતા.

સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે. ડી પરમાર અને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેઓશ્રીનું અભિવાદન કરવામાં આવ્યું હતું.સોમનાથ મંદિરના દર્શન અને પૂજા અર્ચના બાદ ISROના ચેરમેન એસ. સોમનાથ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે સોમનાથ મંદિરના દર્શન કરે મને ખૂબ જ આનંદ થયો છે. જ્યારે ચંદ્રયાનનું સફળતાપૂર્વક લેન્ડિંગ બાદ મને વડાપ્રધાને ફોન કર્યો ત્યારે ત્યારે મને વડાપ્રધાન શ્રી એ ખુશીમાં કહ્યું હતું કેતમારું નામ પણ સોમનાથ મંદિર છે જોડાયેલું નામ તમારું સોમનાથ છે.

Next Story