જમ્મુ કાશ્મીર : કટરામાં બની દુર્ઘટના, એક બસમાં આગ લાગી, 4 લોકોના મોત
જમ્મુ કાશ્મીરના કટરામાં શુક્રવારે એક બસમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થઈ ગયા હતા,

જમ્મુ કાશ્મીરના કટરામાં શુક્રવારે એક બસમાં આગ લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થઈ ગયા હતા, જ્યારે 20થી વધારે લોકો ઘાયલ થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બસ કટરા જઈ રહી હતી અને આ દરમિયાન કટરાથી ત્રણ કિમી પહેલા નોમાઈ પાસે બસમાં આગ લાગી ગઈ હતી.
બસમાં આગ લાગ્યા બાદ અફરાતફરી મચી ગઈ હતી. આ દરમિયાન પોલીસ અને રાહત તથા બચાવ કાર્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અમુક યાત્રીઓનું બસમાંથી સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘાયલોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ અંગે પોલીસે વાત કરતા જણાવ્યું હતું કે, બસમાં કોઈ વિસ્ફોટના કારણે આગ નહીં લાગી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ઓવરહીટિંગમના કારણે બસના એન્જીનમાં આગ લાગી હતી અને ત્યાર બાદ સમગ્ર બસમાં આગ ફેલાઈ ગઈ હતી. જેના કારણે ચાર લોકોના મોત થઈ ગયા હતા.