Connect Gujarat
ગુજરાત

જામનગર : 16 પ્રકારના મોદક લાડુએ જમાવ્યું શ્રીજીભક્તોમાં આકર્ષણ, જુઓ તમે પણ..

ગણેશભક્તો દ્વારા કરાય છે અનેકરીતે ગણેશ ભક્તિ, મીઠાઇ વિક્રેતાએ બનાવ્યા 16 પ્રકારના મોદક લાડુ.

X

હાલ ગણેશ મહોત્સવ ચાલી રહયો છે. ગણેશભક્તો દ્વારા અનેકરીતે ગણેશ ભક્તિ કરી ભગવાન ગણેશજીને રીઝવવામાં આવે છે, ત્યારે જામનગરના એક મીઠાઇ વિક્રેતા દ્વારા ભગવાન ગણેશજીને અતિપ્રિય ભોગ 16 પ્રકારના મોદક લાડુ બનાવવામાં આવ્યા છે.

જામનગરના મીઠાઇ વિક્રેતા અનેક ધાર્મિક તહેવારો પર કઈક ને કઈ અલગ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં પ્રખ્યાત છે, ત્યારે હાલ ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે. જેમાં ભગવાન ગણેશજીને અતિપ્રિય એવા 16 પ્રકારના મોદક લાડુ બનાવવામાં આવ્યા છે. દેશના અલગ અલગ 16 રાજ્યમાં મહારાષ્ટ્રના મોદક, યુપીના મોદક, સાદા મોદક, ચુરમાના મોદક, મોતી મોદક અને ટોપરાના મોદક જેવા અલગ અલગ 16 પ્રકારના મોદક લાડુ બનાવવામાં આવ્યા છે.

હાલ ચાલી રહેલા ગણેશ મહોત્સવ દરમ્યાન શ્રીજી ભક્તો પંડાલ કે, પોતાના મકાનમાં બિરાજમાન કરાવતા ભગવાન ગણપતિને ધરાવવામાં આવતા મોદકની અલગ અલગ વેરાયટીઓ ખરીદી રહ્યા છે, ત્યારે ભક્તો અહીના 16 પ્રકારના મોદક લાડુ ભગવાન ગણેશજીને ભોગ પ્રસાદ રૂપે ધરાવી ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છે.

Next Story
Share it