જામનગર: વિદ્યાર્થીઓ દ્વારા બનતા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજનું 3ડી એનિમેશન બનાવવામાં આવ્યુ

સર કોમ્પ્યુટર ક્લાસિસના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા જમનગરમાં બનતા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજનું 3ડી એનિમેશન બનાવવામાં આવી રહ્યું છે.

New Update
જામનગર: વિદ્યાર્થીઓ દ્વારા બનતા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજનું 3ડી એનિમેશન બનાવવામાં આવ્યુ

જામનગરના સર કોમ્પ્યુટર ક્લાસિસના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા જમનગરમાં બનતા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ઓવરબ્રિજનું 3ડી એનિમેશન બનાવવામાં આવી રહ્યું છે.જે શહેરીજનોને એનિમેશન થકી ઓવરબ્રિજના રસ્તાઓ અને ટ્રાફિક સમસ્યા અંગે માહિતી પૂરી પાડશે

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલ સર કોમ્પ્યુટર ક્લાસિસના યશ સોની, સત્યદીપસિંહ જાડેજા અને કરન બાલિયા ત્રણ વિદ્યાર્થીઓએ દ્વારા શહેરમાં બનતા ઓવરબ્રિજનું 3ડી એનિમેશન બનાવવામાં આવી રહ્યું છે ક્લાસિસના સંચાલક કુલદીપસિંહ જાડેજા અને હાર્દિક ગોસાઇના માર્ગદર્શન અનુસાર જામનગરમાં બનતો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 8 કિલોમીટરના ફલાય ઓવર બ્રિજનું 3ડી એનિમેશન બનાવવાનું શરૂ કર્યું છે ઉપરાંત ફલાય ઓવરબ્રિજનો કયો રસ્તો ક્યાં જાય છે અને ઓવરબ્રિજના લીધે ટ્રાફિક સમસ્યા હળવી થશે તે અંગેની તમામ માહિતી આ એનિમેશન દ્વારા આપવામાં આવી છે

Latest Stories