જામનગર: સ્માર્ટ સિટી બનાવવા 65,417 લોકોએ મત આપ્યા, ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ 2.0ની શરૂઆત

જામનગર મહાનગર પાલિકા દ્વારા ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ 2.0ની શરૂઆત કરવામાં આવી છે

New Update
જામનગર: સ્માર્ટ સિટી બનાવવા 65,417 લોકોએ મત આપ્યા, ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ 2.0ની શરૂઆત

જામનગર મહાનગર પાલિકા દ્વારા ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ 2.0ની શરૂઆત કરવામાં આવી છે ત્યારે જામનગર શહેરને સ્માર્ટ બનાવવા 65,417 લોકોએ મત આપ્યા છે તેમજ સુરત અને અમદાવાદ પછી જામનગર ત્રીજા ક્રમે રહ્યું છે. જામનગરને સ્માર્ટ સિટી બનાવવા 65,417 લોકોએ પોતાના મત આપ્યા છે આથી રાજ્યના 9 શહેરમાં સુરત અમદાવાદ પછી ફિડબેકમાં જામનગર ત્રીજા ક્રમે રહ્યું છે.. 

Advertisment

શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થાય તે માટે જામનગર મહાનગર પાલિકા તેમજ ધારાસભ્યોના પ્રયાસો વચ્ચે 11 દિવસમાં 49,417 લોકો જોડાયા હતા પચાસ હજાર ફિડબેકના લક્ષ્યાંક પૂર્ણ કરવા ઠેર ઠેર સેલફી પોઈન્ટ, સ્ટેન્ડી, પેફ્લેટનું વિતરણ, વોર્ડ વાઇઝ અભિયાન પાછળ મહાનગર પાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી છે.ચાલુ વર્ષે વસ્તીની દ્રષ્ટિએ જામનગર, જુનાગઢ અને ભાવનગર વચ્ચે સ્માર્ટ સિટીમાં સમાવેશની હરીફાઈ છે.જે જૂનાગઢમાં વીસ હજારનો આંકડો પાર થયો છે ત્યારે વસ્તી પ્રમાણે જોઈએ તો રાજકોટ, વડોદરા દાહોદ અને ગાંધીનગર કરતાં જામનગર પ્રથમ નંબરે છે

Advertisment