Connect Gujarat
ગુજરાત

જામનગર: આણદાબાવા આશ્રમ સેવા સંસ્થા દ્વારા 108 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું કરાયુ આયોજન

જામનગર આણદાબાવા આશ્રમ સેવા સંસ્થા દ્વારા 108 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

જામનગર: આણદાબાવા આશ્રમ સેવા સંસ્થા દ્વારા 108 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું કરાયુ આયોજન
X

જામનગર આણદાબાવા આશ્રમ સેવા સંસ્થા દ્વારા 108 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 108 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા

જામનગર આણદાબાવા આશ્રમ સેવા સંસ્થા દ્વારા બજાજ પરિવારના મધ્યમથી શહેરના ગુલાબનગર પાસે આવેલ રામબાગ જગ્યામાં 15માં 108 સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આણદાબાવા આશ્રમના મહાસિધ્ધ્શ્રી આણદાબાવાજી મહારાજની સમાધિને 250 વર્ષ પૂર્ણ થતાં હોય સંસ્થા દ્વારા બજાજ પરિવારના માધ્યમથી 108 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ સમૂહલગ્નમાં કોઈપણ જાતના નાતજાતના ભેદભાવ વગર 42 જેટલી સર્વે જ્ઞાતિની દીકરીઓના લગ્ન કરવવામાં આવ્યા હતા ઉપરાંત માત્ર જામનગર જ નહીં પણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, બિહાર અને ઓરિસ્સા રાજ્યમાંથી પણ દીકરીઓ લગ્ન માટે અહી આવી હતી આણદાબાવા આશ્રમ સેવા સંસ્થા દ્વારા અત્યારસુધીમાં 2500 હિન્દુ અને 150થી વધુ મુસ્લિમ સમાજની દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે ઉપરાંત જે ગરીબ અને જરૂરિયાતમંદ માતપિતા પોતાની દીકરીના લગ્ન કરાવવા માંગતા હોય તેને પણ તમામ જાતની મદદ સંસ્થા દ્વારા કરવામાં આવે છે

Next Story