Connect Gujarat
ગુજરાત

જામનગર : વ્યાજખોરીના ભરડામાંથી નાગરિકોને બહાર લાવવા રાજકોટ રેન્જ આઇજીની ઉપસ્થિતિમાં લોન મેળો યોજાયો...

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે બેન્ક લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

X

જામનગરના નાગરિકોને વ્યાજખોરીના ભરડામાં આવતા બચાવવા અંતે જિલ્લા પોલીસ દ્વારા કમર કસવામાં આવી છે, જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે બેન્ક લોન ધિરાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેન્જ આઇજી અશોકકુમાર યાદવ ઉપસ્થિત રહ્યા હતા,.

તેઓનું એસપી પ્રેમસુખ ડેલુંએ સ્વાગત કર્યું હતું. આઇજીને ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ બેન્ક ધિરાણ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં લોન વાચ્છુઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સ્થળ પરથી જ લોન મળી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં એક નાગરિકને રૂપિયા 8 લાખની લોન મંજૂર થતાં તેઓને આ રકમનો ચેક આઇજી, એસપી અને બેન્ક અધિકારીઓની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવ્યો હતો.

Next Story