જામનગર : મહિલાઓના શૌચાલયમાંથી મળી આવ્યો સ્પાય કમેરો, દરેડની પંજાબ બેંકના મેનેજરની જઘન્ય કરતૂત..!

જામનગરના દરેડની પંજાબ બેંકની શાખામાં આવેલ મહિલાઓના શૌચાલયમાંથી સ્પાય કેમેરો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
જામનગર : મહિલાઓના શૌચાલયમાંથી મળી આવ્યો સ્પાય કમેરો, દરેડની પંજાબ બેંકના મેનેજરની જઘન્ય કરતૂત..!

જામનગર જિલ્લાના દરેડની પંજાબ બેંકની શાખાના મેનેજરની જઘન્ય કરતૂત સામે આવી છે. મહિલાઓના શૌચાલયમાં સ્પાય કેમેરો મળી આવતા મહિલા કર્મચારીઓએ બેંકના ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈની વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી અનુસાર, જામનગરના દરેડની પંજાબ બેંકની શાખામાં આવેલ મહિલાઓના શૌચાલયમાંથી સ્પાય કેમેરો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. છેલ્લા ઘણા સમયથી બેંકના શૌચાલયમાં સ્પાય કેમેરો લાગ્યો હોવાનું માલૂમ પડતાં જ અરજદાર મહિલાઓ સહિત બેંકની મહિલા કર્મચારીઓમાં બેંકના ઇન્ચાર્જ મેનેજર વિરુદ્ધ રોષ જોવા મળ્યો છે, ત્યારે મહિલા કર્મચારીઓએ બેંકના ઇન્ચાર્જ મેનેજર અખિલેશ સૈની વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તો બીજી તરફ, પોલીસે પણ મહિલાઓની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.