New Update
/connect-gujarat/media/post_banners/50f5321a985f2633e0730b833e9961be215d25324d7de6e5028a25759084bb6e.jpg)
જામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં એક પોલીસ સબ ઈન્સ્પેકટરની દબંગાઈ સામે વેપારીઓ રોષે ભરાઈને બંધ પાડ્યો હતો. સમગ્ર મામલે વેપારીઓ જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત પણ કરી હતી.
જામનગરના હવાઈચોક વિસ્તારમાં એક પોલીસ સબ ઈન્સ્પેકટર દ્વારા દબંગાઈ કરાતા વેપારીઓમાં રોષ ઉઠ્યો હતો, અને આ વિસ્તારના વેપારીઓએ વેપાર-ધંધા અને વ્યવસાય બંધ રાખી હડતાળ પાડી હતી. આ ઉપરાંત પોલીસ સબ ઈન્સ્પેકટર વસંત ગામેતી વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. ત્યારબાદ પોલીસની દરમ્યાનગિરિથી વેપારીઓ અને પોલીસ વચ્ચે સુખદ સમાધાન થતાં અંતે વેપારીઓએ હડતાળને આટોપી લીધી હતી.
Latest Stories