Connect Gujarat
ગુજરાત

જામનગર : દુબઈ થીમ પાર્ક સાથેના મનોરંજન મેળાનો સાંસદ-ધારાસભ્યના હસ્તે પ્રારંભ કરાયો...

જામનગર શહેરમાં સૌપ્રથમ વખત દુબઈની થીમ પાર્ક સાથેના ભવ્ય મનોરંજન મેળાનો પ્રારંભ કરાયો છે.

જામનગર : દુબઈ થીમ પાર્ક સાથેના મનોરંજન મેળાનો સાંસદ-ધારાસભ્યના હસ્તે પ્રારંભ કરાયો...
X

જામનગર શહેરમાં સૌપ્રથમ વખત દુબઈની થીમ પાર્ક સાથેના ભવ્ય મનોરંજન મેળાનો પ્રારંભ કરાયો છે. સતત દોઢ મહિના સુધી ચાલનારા મનોરંજન મેળાને જામનગર જિલ્લાના સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલ કગથરા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી મનોરંજન મેળો ખુલ્લો મુક્યો હતો.


જામનગરના ઉત્સવ પ્રેમી નગરજનો માટે શહેરના પ્રદર્શન મેદાન ખાતે દુબઈની થીમ પાર્ક સાથેના મનોરંજન મેળાનો પ્રારંભ થયો છે, અને લોકોનો પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લાના સાંસદ પૂનમ માડમ ઉપરાંત જામનગરના ૭૮-ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, ૭૯-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડૉ. વિમલ કગથરા, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, શહેર ભાજપના મહામંત્રી પ્રકાશ બાંભણીયા તથા વિજયસિંહ જેઠવા સહિતના મહાનુભાવોના હસ્તે મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં દુબઈના પ્રખ્યાત બુર્જ-અલ-ખલીફા તથા અન્ય વિવિધ ઇમારતો તેમજ લંડન બ્રિજ, મલેશિયાના ટ્વીન ટાવર સહિતના અલગ અલગ બિલ્ડીંગના સ્ટેચ્યુ ઊભા કરાયા છે, જેની સાથે શહેરીજનોએ સેલ્ફી પડાવી મેળાનો આનંદ માણ્યો હતો. આ ઉપરાંત મશીન મનોરંજનની વિવિધ રાઇડ જેમાં મારુતિ મોતનો કૂવો, ઓક્ટોપસ, જોઈન્ટ વ્હીલ, ક્રોસ વ્હીલ, ટોરા ટોરા, બ્રેકડાન્સ સહિતની રાઈડો તેમજ જામનગરમાં સૌપ્રથમ વખત આવેલી ટાવર રાઈડ, મિક્સર રાઈડ, ડેસિંગ કાર સહિતની નિત નવી રાઈડનો પણ શહેરિજનો આનંદ માણી રહ્યા છે. દેશ ભરના અલગ અલગ રાજ્યોની પ્રખ્યાત એવી ચીજ વસ્તુઓ, રમકડાના સ્ટોલ વગેરે પણ ઉભા કરાયા છે. જેની ખરીદી માટે પણ શહેરીજનોમાં ઉત્સાહ જણાય છે. રાજકોટના 'રોયલ મેલા'ના મુખ્ય સંચાલક હરીશ તુરખીયા, નિલેશ તુરખીયા અને અને તેમની ટીમના ચિરાગભાઈ, પરાગભાઈ વગેરે દ્વારા સમગ્ર આયોજન કરાયું છે, અને જામનગરના ઓર્ગેનાઈઝર સંજય જાની, શબીર અખાણી સહિતની ટીમ દ્વારા મેળાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે જામનગરના મેયર બીના કોઠારી, શાસક જૂથના નેતા કુસુમ પંડ્યા, શહેર ભાજપ મહામંત્રી મેરામણ ભાટુ, શહેર ભાજપ અગ્રણી જીતુ લાલ સહિતના મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી હતી.

Next Story