/connect-gujarat/media/post_banners/0f92316f1a710492ca191a0c67d9005a352fe3e745ec65836e6f368fe8d38576.jpg)
એશિયાની સૌથી મોટી રિફાઇનરી રિલાયન્સના તથા અંબાણી પરિવારના અનંત અંબાણીએ જામનગર સ્થિત વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલાહનુમાન મંદિરની મુલાકાત લઈ દર્શનનો લાભ લીધો હતો.
છોટી કાશી ગણાતા જામનગર સ્થિત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા વિશ્વપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિર ખાતે રિલાયન્સ પરિવારના અનંત અંબાણી ગત ગુરુવારની રાત્રે દર્શન કરવા પહોચ્યા હતા. એશિયાની સૌથી મોટી રિફાઇનરી રિલાયન્સના તથા અંબાણી પરિવારના અનંત અંબાણીના આગમન પૂર્વે મંદિર પરિસરમાં ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. મોડી રાત્રે દર્શનાર્થીઓને ખલેલ ન પહોંચે તે રીતે ખાસ અનંત અંબાણીએ મંદિર બંધ થાય તે પહેલા જ “શ્રી રામ જય રામ, જય જય રામ”ની અખંડ આહલક જ્યાં ચાલે છે, ત્યાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, જાનકી અને બાલા હનુમાનજીના દર્શન કર્યા હતા. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતુ લાલ, ટ્રસ્ટી કનુ કોટક, વિનુ તન્ના અને પૂજારી દ્વારા ભગવાનની પ્રતીતિ કરાવતી છબી અર્પણ કરી અનંત અંબાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.