Connect Gujarat
ગુજરાત

જામનગર : ભૂકંપ, યુદ્ધ, વાવાઝોડું અને સુનામીમાં પણ બંધ ન રહેલી બાલા હનુમાન મંદિરે ચાલતી અખંડ રામધુનનો 60માં વર્ષમાં પ્રવેશ...

બાલા હનુમાન સકીર્તન મંદિરમાં ચાલતી રામધુન, અખંડ રામધુનનો 60માં વર્ષમાં થયો મંગલ પ્રવેશ.

X

છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરના બાલા હનુમાન સકીર્તન મંદિરે ચાલતી રામધુનનો 60માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે, ત્યારે પાવન અવસરે મંદિરમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરના રણમલ તળાવ નજીક આવેલા બાલા હનુમાન મંદિરે ભગવાન બાલા હનુમાનજી સમક્ષ દિવસ રાત 365 દિવસ અવિરત ચાલતી “શ્રી રામ... જય રામ.. જય જય રામ.,ની અખંડ રામધુનનો 60માં વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે, ત્યારે સંત પ્રેમભિક્ષુકજી મહારાજની પ્રેણનાથી શરૂ થયેલી રામધૂન છેલ્લા 59 વર્ષમાં ભૂકંપ, યુદ્ધ, વાવાઝોડું અને સુનામીમાં પણ બંધ નથી રહી, અને આ રામધુનની વિશેષતા એ છે કે, આ રામધૂન એકપણ ઇલેક્ટ્રોનિક વાજિંત્રો વગર ઢોલ, હાર્મોનિયમ અને મંજીરાના તાલે ભક્તો દ્વારા ગવાય છે, ત્યારે રામધુનનો 60માં વર્ષમાં મંગલ પ્રવેશ થતાં મંદિરમાં અન્નકૂટ, મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.

Next Story