/connect-gujarat/media/post_banners/d4873ba7c5348833fdad16bdafdf754d1ad590d3fd49b40aadc2d493c37247b6.jpg)
જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તાઓ માટે કાર્યકર્તા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિધાનસભાની ચુંટણીમાં સારી કામગીરી કરનાર કાર્યકર્તાઓનું ચાંદીના કમળથી સન્માન કરવામાં આવ્યું હતું
વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભારતીય જનતા પાર્ટી જામનગર દ્વારા શહેરના ઓશવાળ સેન્ટર ખાતે વિશાળ કાર્યકર્તા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં 78 અને 79 બને વિધાનસભા વિસ્તારોના બૂથ સ્તરથી લઈ મહાનગર સ્તરના કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો.વિધાનસભાની 78 અને 79 બન્ને બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો ત્યારે કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપવા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ બને સીટના જે વોર્ડમાંથી વધુ મત મળ્યા હોય ત્યાના કાર્યકર્તાઓને ચાંદીનું કમળ આપી મહાનુભાવોના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, સહિત કોર્પોરેટર,આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા