બોલિવુડના જાણીતા ડાયરેકટર રાજકુમાર સંતોષી સામે ચેક રિટર્ન કેસની ફરિયાદ નોંધાઈ હતી. જે કેસ સંદર્ભે તેઓ આજે જામનગરની કોર્ટમાં તારીખ હોવાથી હાજર થયા હતા. જામનગરના એક પરિવાર સાથે ધંધાર્થી સંબંધે બોલિવુડના જાણીતા ડાયરેકટર રાજકુમાર સંતોષીએ આર્થિક વ્યવહાર કર્યો હતો. જે સંદભે આપેલા રૂપિયા 1.10 કરોડનો ચેક પરત ફર્યો હતો. આ અંગે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. દિગ્દર્શક રાજકુમાર સંતોષીને ફિલ્મ નિર્માણમાં પૈસાની જરૂર પડતાં 1 કરોડ રૂપિયા સંબંધના દાવે હાથ ઉછીના આપેલ હતા. જેની સામે રાજકુમાર પ્યારેલાલ સંતોષીએ રૂપિયા 10 લાખના 10 ચેક આપ્યા હતા, અને નક્કી કરેલ સમય મર્યાદામાં ફરિયાદીએ બેંકમાં ચેક ડિપોઝિટ કરતાં ચેક પરત ફર્યા હતા, ત્યારે ફરિયાદી દ્વારા પોતાના વકીલ પિયુષ વી. ભોજાણી દ્વારા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલની નોટિસ ફટકારી હતી. જે સંદર્ભે ડાયરેકટર રાજકુમાર સંતોષી આજે જામનગર કોર્ટમાં હાજર થયા હતા.
જામનગર : બોલિવુડના જાણીતા ડાયરેક્ટર રાજકુમાર સંતોષી ચેક રિટર્ન કેસ સંદર્ભે કોર્ટમાં હાજર રહ્યા
બોલિવુડના જાણીતા ડાયરેકટર રાજકુમાર સંતોષી સામે ચેક રિટર્ન કેસની ફરિયાદ નોંધાઈ હતી.
New Update
Latest Stories