જામનગર : લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ રિજિયન-4ની કોન્ફરન્સ યોજાય, લાયન સભ્યો ઉપસ્થિત રહ્યા...

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સેવાકીય કામગીરી કરતી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ 3232 જેની રિજિયન-4ની કોન્ફરન્સ જામનગરના ટાઉન હોલમાં યોજવામાં આવી હતી.

New Update
જામનગર : લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ રિજિયન-4ની કોન્ફરન્સ યોજાય, લાયન સભ્યો ઉપસ્થિત રહ્યા...

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સેવાકીય કામગીરી કરતી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ 3232 જેની રિજિયન-4ની કોન્ફરન્સ જામનગરના ટાઉન હોલમાં યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં લાયન્સ ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ડિસ્ટ્રિક્ટ 3232 જેની લાયન્સ રિજીયન-4ની રિજીયન કોન્ફરન્સ ટાઉનહોલમાં યોજવામાં આવી હતી. જેમાં ડિસ્ટ્રીકટ ગવર્નર એસ.કે.ગર્ગ, વાઇસ ડિસ્ટ્રીક ગવર્નર હિરલબા જાડેજા તેમજ રમેશ રૂપાપરા અને રિજીયન ચેરમેન પ્રહલાદ જવર સહિતના લાયન્સ ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કોન્ફરન્સ દરમિયાન 10થી પણ વધુ લાયન્સ ક્લબના હોદ્દેદારોએ બેનર પ્રેઝન્ટેશન અને એવોર્ડ સેરેમનીમાં ભાગ લીધો હતો. લાયન્સ ક્લબનો મુખ્ય ઉદ્દેશ સેવાકીય પ્રવૃત્તિઓથી એકબીજા મિત્રો અને મેમ્બરો વાકેફ થાય તે માટે આ પ્રકારની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. અગામી દિવસોમાં પણ જરૂરિયાતમંદ સુધી સેવાકીય કાર્યો દ્વારા કઈ રીતે પહોચી શકાય તે અંગેની ચર્ચા વિચારણાઓ આ રિજયન કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. સમગ્ર કોન્ફરન્સને સફળ બનાવવા માટે ગણપત લાહોટી, ઓમપ્રકાશ દુદાણી, હેમેશ વસા અને નિરવ વડોદરિયા, ભરત બાવીસી, અજય અગ્રવાલ સહિતના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

Latest Stories