Connect Gujarat
ગુજરાત

જામનગર : દગડું શેઠ ગણેશ મંડળ દ્વારા "માટી બચાવો" થીમ આધારિત ઇકો ફ્રેંડલી શ્રીજીની પ્રતિમાનું નિર્માણ

છોટીકાશીથી જાણીતા જામનગરમાં અનેક ધાર્મિક તહેવારો ભારે હર્શ્શોલ્લાસથી ઉજવાય છે, ત્યારે આગામી ગણેશોત્સવની જામનગરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

X

છોટીકાશીથી જાણીતા જામનગરમાં અનેક ધાર્મિક તહેવારો ભારે હર્શ્શોલ્લાસથી ઉજવાય છે, ત્યારે આગામી ગણેશોત્સવની જામનગરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં શહેરના દગડું શેઠ ગણેશ મંડળ દ્વારા આ વર્ષે "સેવ સોઇલ" થીમ આધારિત ગણપતિની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.

આગામી ગણપતિ મહોત્સવને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જામનગરના કડિયાવાડ શેરીમાં શ્રી દગડું શેઠ ગણપતિ મહોત્સવ મંડળ દર વર્ષે અનોખા પ્રકારના આયોજનો માટે જાણીતું છે. આ વર્ષે દગડું શેઠ ગણપતિ મંડળ દ્વારા જે ગણપતિની પ્રતિમા બનાવવામાં આવી રહી છે, તે સંપૂર્ણ ઇકો ફ્રેંડલી બનાવવામાં આવી છે. તેમજ હાલ ભારતભરમાં માટી બચાવો અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે મંડળ દ્વારા માટી બચાવો થીમ પર સંપૂર્ણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભગવાન ગણેશજીની પ્રતિમા કંતાન, સફેદ કાપડ, ઘઉં, ચોખા, બાજરી, મકાઇ અને જુવાર જેવા 5 અલગ અલગ ધાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. આ ઉપરાંત દગડું શેઠ મંડળને અગાઉ 8 વખત ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ મળી ચૂક્યું છે.

Next Story