/connect-gujarat/media/post_banners/6c8ba6fcf5510a6754748124267a984f18cb2a52668faeace53e123ce88af76e.jpg)
જામનગરના બેડી નાકા વિસ્તારમાં આવેલ માધવ રેસ્ટોરન્ટના સંચાલકો પર જીવલેણ હુમલો કરનાર 5 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર શહેરના બેડી નાકા વિસ્તારમાં આવેલ માધવ રેસ્ટોરન્ટના સંચાલકો દર્શનભાઈ અને જીજ્ઞેશભાઈ ઉપર ગત તારીખ 7મી જુનની રાત્રીએ 5 શખ્સો દ્વારા હથિયારો સાથે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ હોટલ સંચાલકોને તાત્કાલિક 108 ઇમરજન્સીની મદદથી જામનગરની ગુરુ ગોવિંદસિંગ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે CCTVની મદદથી હુમલામાં સામેલ 5 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રૂપિયાની લેતીદેતીમાં જીવલેણ હુમલો કરાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.