/connect-gujarat/media/post_banners/ec74c3d497244dab430f5fe1cb00bac6e6bf08ff5a9cfe7611c57078f1b5e19b.jpg)
જામનગર શહેરના કાશી વિશ્વનાથ રોડ નજીક ચાર જેટલી જર્જરિત દુકાનો અચાનક ધરાશાયી થતાં મોટરકાર સહિત રિક્ષા દુકાનના કાટમાળ નીચે દબાય ગઈ હતી. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
જામનગર શહેરના કાશી વિશ્વનાથ રોડની પાછળનો રસ્તો એટલે કે, ત્રણ દરવાજાથી બેડીગેટ તરફ આવતા ભંગાર બજારમાં સવારના અરસામાં અચાનક જુનવાણી જર્જરિત 4 જેટલી દુકાનોનો ભાગ એકાએક ધરાશાઈ થવાની ઘટના સામે આવી હતી. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ એક વ્યક્તિને સામાન્ય ઈજા જ્યારે PGVCLના 3 જેટલા વીજપોલ અને કાર સહિત રિક્ષા કાટમાળ નીચે દબાઈ જતા નુકશાની થઇ છે. જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આ પહેલા દુકાન માલિકોને જર્જરિત દુકાનો હોવાથી તેને ઉતારી લેવા માટે નોટિસ આપવામાં આવી હતી, ત્યારે બનાવની જાણ થતાં જ એસ્ટેટ શાખાના અધિકારીઓ દ્વારા ઘટના સ્થળ પર પહોંચી દુકાનોનો કાટમાળ હટાવી રસ્તો ફરીથી કાર્યરત કરવાની કામગીરી હાથ ધરાય હતી.