રાજ્ય સરકાર દ્વારા જામનગર જીલ્લામાં NDRFની ટીમ તૈનાત રાખવામા આવી છે ત્યારે જીલ્લામાં કુદરતી આફત કે પુરની પરિસ્થિતી સમયે લોકોને મદદ મળી રહે તેમજ માનવ જિંદગી કેમ બચાવી શકાયતે અંગેની માહિતી આપતા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટના મુખ્ય અધિકારી અને જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારઘી તેમજ જિલ્લાના અધિક કલેકટર મિતેશ પંડ્યાના માર્ગદર્શન અનુસાર સમગ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટિમ શહેર જીલ્લામાં લોકોને આપત્તિ સમયે સલામત સ્થળે ખસી જવા તેમજ પૂર જેવી પરિસ્થિતીમાં કઈ રીતે બચી શકાય તે અંગેનું NDRFની ટીમ દ્વારા શ્રેણીબધ્ધ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જામનગર શહેરની પોલિટેકનિક કોલેજમાં વિદ્યાર્થીઓ અને શહેરના તન્ના હોલમાં હોમગાર્ડના જવાનોને પૂર તેમજ કુદરતી આપતી સમયે બચવા અંગેના તમામ પગલાં સંદર્ભે ડેમોસ્ટ્રેશન કરીને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.