જામનગર : ભારે વરસાદના પગલે જરૂરિયાતમંદ લોકોને કરાયું ફૂડ પેકેટનું વિતરણ, 2500 જેટલા ફૂડ પેકેટ આપી કર્યું સેવાનું કામ

ભારે વરસાદના કારણે જામનગરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોની ઘરવખરીને નુકશાન થયું હતું,

જામનગર : ભારે વરસાદના પગલે જરૂરિયાતમંદ લોકોને કરાયું ફૂડ પેકેટનું વિતરણ, 2500 જેટલા ફૂડ પેકેટ આપી કર્યું સેવાનું કામ
New Update

જામનગરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોની ઘરવખરીને નુકશાન થયું હોવાથી જરૂરિયાતમંદ પરિવારોને 2500 જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ભારે વરસાદના કારણે જામનગરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકોની ઘરવખરીને નુકશાન થયું હતું, આથી આવા જરૂરિયાતમંદ પરિવારોને 2500 જેટલા ફૂડ પેકેટ આપી મદદરૂપ થવાનું ઉમદાકાર્ય ભારતીય જનતા પાર્ટી વૉર્ડ નંબર ૨ ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને જામનગર ફોટોગ્રાફર એસોસિએશન, લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટ તેમજ જાયન્ટ્સ ગ્રૂપ ઓફ જામનગર વેસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગર, મારુતિનગર, ગુલાબનગર અને દરેડ વગેરે વિસ્તારોમાં ફૂડ પેકેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલ કગથરા, કોર્પોરેટર કેતન નાખવા, ગોપાલ સોરઠીયા, મહામંત્રી વિજયસિંહ જેઠવા,પ્રકાશ બાંભણીયા અને મેરામણ ભાટુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #heavy rains #service work #Jamnagar #food packets
Here are a few more articles:
Read the Next Article