New Update
/connect-gujarat/media/post_banners/8bb8a1ec39eef965e5afba5e9952df5665ed739199f17ad99abd8f4979596b28.webp)
ભારત-તીબ્બત સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાવેશ જોષી દ્વારા પ્રદેશ ટીમની નિયુક્તિ કરવામાં આવી છે.
ભારત-તીબ્બત સંઘ ગુજરાત પ્રદેશમાં જામનગરને પ્રતિનિધિત્વ મળ્યું છે. જેમાં જામનગર જિલ્લામાંથી સંગઠનમાં પ્રદેશ મંત્રી તરીકે જામનગર દક્ષિણ બેઠકના પ્રભારી ચંદ્રેશ હેરમા, મહિલા વિભાગના પ્રદેશ મંત્રી તરીકે જામનગરના વોર્ડ નં. 2ના નગરસેવિકા ડિમ્પલ રાવલ અને યુવા વિભાગના પ્રદેશ મહામંત્રી તરીકે યુવા મોરચાના મંત્રી કર્મ ઢેબરની નિયુક્તિ કરવામાં આવી છે, ત્યારે ભારત-તીબ્બત સંઘ ગુજરાત પ્રદેશની ટીમમાં થયેલી નિયુક્તિ બદલ સૌકોઈએ તમામ નવનિયોક્તોને અભિનંદન પાઠવ્યા છે.
Latest Stories