જામનગર : હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા વીર નારી-વીર શહીદોના પરિવારનું કરાયું વિષહસ સન્માન...

જામનગરમાં હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા વીર નારીઓ અને વીર શહીદોના પરિવારના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
જામનગર : હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા વીર નારી-વીર શહીદોના પરિવારનું કરાયું વિષહસ સન્માન...

જામનગરમાં હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ દ્વારા વીર નારીઓ અને વીર શહીદોના પરિવારના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં જિલ્લાભરના સૈનિકો, માજી સૈનિક પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરના મ્યુનિસિપલ ટાઉન હોલ ખાતે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ અને આણદાબાવા સેવા સંસ્થા દ્વારા વીર નારીઓ અને વીર શહીદોના પરિવાર માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સમારોહમાં આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂજ્ય દેવપ્રસાદજી મહારાજના હસ્તે જામનગર જિલ્લાના 12 વીર શહીદોના પરિવારને રૂપિયા 31 હજાર અને 60 વીર નારીઓને રૂપિયા 6 હજારની આર્થિક ધનરાશી અને મોમેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મેયર બિના કોઠારી, પૂર્વ એર કોમોડોર એસ.એસ.ત્યાગી, માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા, માજી સૈનિકના પરિવારજનો, માજી સાનિકો અને હાલના સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories