જામનગર : હાપા એપીએમસીમાં 20 કીલો અજમાનો સાત હજાર રૂપિયા ભાવ બોલાયો, ખેડુતો ખુશખુશાલ

ઉંઝાના એપીએમસીમાં જીરાના હાઇએસ્ટ ભાવ પડયાં બાદ હવે જામનગરના હાપામાં અજમાના સૌથી ઉંચા ભાવ મળતાં ખેડુતોમાં ખુશીનો માહોલ છે...

New Update
જામનગર : હાપા એપીએમસીમાં 20 કીલો અજમાનો સાત હજાર રૂપિયા ભાવ બોલાયો, ખેડુતો ખુશખુશાલ

ઉંઝાના એપીએમસીમાં જીરાના હાઇએસ્ટ ભાવ પડયાં બાદ હવે જામનગરના હાપામાં અજમાના સૌથી ઉંચા ભાવ મળતાં ખેડુતોમાં ખુશીનો માહોલ છે...

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ માં અજમાની હરાજીમાં આજે સમગ્ર રાજયમાં સૌથી ઊંચો ભાવ એક મણના રૂપિયા સાત હજાર બોલાયો હતો. અજમાના ખરીદ તથા વેચાણ માટે જામનગર માર્કેટીંગ યાર્ડને મહત્વનું પીઠું માનવામા આવે છે. હાપા એપીએમસીની વાત કરવામાં આવે તો અજમાના સમગ્ર રાજયના ભાવ હાપા એપીએમસીમાંથી જ બહાર પડતાં હોય છે. આજે અજમાનો ઓલટાઇમ હાઇ એવો 20 કીલો અજમાનો 7 હજાર રૂપિયા ભાવ બોલાયો હતો. હાપા માર્કેટિંગ યાર્ડ ના સેક્રેટરી હિતેશભાઈએ જણાવ્યુ હતું કે રાજ્યના આમરણ, અમરેલી, મહુવા અને ભાવનગરમાં અજમાની આવક વધુ થાય છે. અજમા પાકને દરિયાકાંઠાની જમીન માફક આવે છે જેથી આ દરિયાકાંઠા વિસ્તાર ધરાવતા જિલ્લાઓમાં અજમાની ખેતી વધારે કરવામાં આવે છે. આજે બહાર પાડવમાં આવેલા અજમાના ભાગ એક અતિહાસિક ભાવ છે.

સૌરાષ્ટ્રના ખેડુતોની વાત કરવામાં આવે તો ખેડુતો વર્ષ દરમિયાન અનેક કૃત્રિમ તથા કુદરતી આફતોનો સામનો કરતાં હોય છે. અનેક પડકારો છતાં તેઓ હિમંત હાર્યા વિના ખેતીકામ કર્યે રાખે છે પરિણામે આપણને ખેતપેદાશોની અછત કોઇ દિવસ વર્તાતી નથી. જો આખું વર્ષ મહેનત કરનારા ખેડુતોને તેમની ખેત પેદાશોના સારા ભાવ મળે તો તેમના ઉત્સાહમાં જરૂરથી વધારો થશે. જીરા બાદ હવે અજમો પકવતા ખેડુતોના મુખે પણ સ્મિત જોવા મળી રહયું છે.

Latest Stories