Connect Gujarat
ગુજરાત

જામનગર : ભારતીય નૌકાદળ દ્વારા મોડા-વાલસુરા ગામનું પુન: નિર્માણ. વિવિધ પ્રકલ્પોનું કરાયું લોકાર્પણ

કચ્છના ભૂકંપ બાદ મોડા-વાલસુરા ગામે સર્જાઈ હતી તારાજી, ભારતીય નૌકાદળ દ્વારા મોડા-વાલસુરા ગામનું પુન: નિર્માણ.

X

વર્ષ 2001માં આવેલ કચ્છમાં વિશાળ ભૂકંપ બાદ ભારતીય નૌકાદળ દ્વારા જામનગર જિલ્લાના મોડા-વાલસુરા ગામનું પુન: નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે નવ નિર્માણ પામેલ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ભારતીય નૌકાદળ અને મોડા ગામ વચ્ચેનું જોડાણ છેલ્લા 20 વર્ષમાં ઘણું મજબૂત બન્યું છે. વર્ષ 2001માં તેનું ઉદ્ઘાટન થયું ત્યારથી આઈએનએસ વાલસુરા ગામના વિકાસ સાથે નજીકથી સંકળાયેલું છે. વર્ષ 2006માં બાલ નિકેતન સ્થાપવા ઉપરાંત ગામના કલ્યાણ માટે વિવિધ આરોગ્ય શિબિરો અને વિવિધ સુવિધાઓની જોગવાઈ કરવામાં આવી હતી. આઈએનએસ વાલસુરાએ તાજેતરમાં જ બાલ નિકેતનનું નવીનીકરણ કર્યું છે. જેમાં બાળકો માટે સ્વિંગ સાથે નવો પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે.

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે 15મી ઓગસ્ટના રોજ NWWA (SR)ના પ્રમુખ સપના ચાવલા દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મેડિકલ કીટ, રોપાઓ, સ્ટેશનરી વસ્તુઓ, રાશન અને એક સ્માર્ટ ટીવી ગામને આઝાદીના 75માં વર્ષ નિમિત્તે ભેટ આપવામાં આવ્યા હતા.

Next Story