જામનગર શહેરમાં મહિલાઓ દ્વારા પતિના દીર્ઘાયુ માટે કરવા ચોથના વ્રતની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર શહેરમાં મૂળ રાજસ્થાનના અને ઘણા સમયથી જામનગરમાં સ્થાયી થયેલા મહેશ્વરી સમાજની મહિલાઓ દ્વારા કરવાચોથના વ્રતની પૂજા વિધિ સાથે ઉજવણી કરવામાં આવી હતી,.પતિના દીર્ઘાયુ અને પ્રગતિમય જીવન બને એ માટે મહિલાઓ દ્વારા સવારથી અન્નપાણી આરોગ્ય વગર વ્રત રાખવામાં આવે છે.જે સાંજના સમયે માતાજીની પૂજા વિધિ બાદ ચંદ્રમાને સાક્ષી માની પતિનું મુખ જોઈ વ્રત ખોલવામાં આવે છે.આ વિધિમાં મોટી સંખ્યામાં પરણિત મહિલાઓ જોડાઈ હતી.