કનસુમરા નજીક સાંઢીયા પુલ પાસે LCB પોલીસની કાર્યવાહી
પોલીસે ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો
ખોડલ કોલ ટ્રેડર્સમાંથી તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
રૂ. 8.20 લાખના મુદ્દામાલ સાથે 4 શખ્સોની ધરપકડ કરાય
ષડયંત્રમાં સામેલ અન્ય ઇસમોની ધરપકડના ચક્રો ગતિમાન
જામનગરના કનસુમરા નજીકથી LCB પોલીસે ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. ખોડલ કોલ ટ્રેડર્સ નામની ફેક્ટરીમાંથી તમામ મુદ્દામાલ સાથે 4 શખ્સોની ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, જામનગરના કનસુમરા નજીક સાંઢીયા પુલ પાસે આવેલ ખોડલ કોલ ટ્રેડર્સમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે, જ્યાં મોટાપાયે ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવામાં વપરાતા આલ્કોહોલ, સ્પિરિટ, કેમિકલ, બોટલો તેમજ અલગ અલગ મશીનો સહિતની સામગ્રી મળી રૂ. 8.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવતા એક નેપાળી, એક રાજસ્થાની અને જામનગરના જ 2 સ્થાનિક મળી 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ શખ્સો દ્વારા ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવી ક્યાં વેચવામાં આવતો હતો, અને હજુ આ ષડયંત્રમાં કેટલા લોકો સામેલ છે, તે અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે..
/connect-gujarat/media/media_files/2025/12/04/p-two-arrested-for-betting-on-ipl-match-p-_1743103086441-2025-12-04-09-05-56.jpg)