Connect Gujarat
ગુજરાત

જામનગર : સ્વદેશી વસ્તુના વપરાશ પર ભાર મુકી દિવ્યાંગ બાળકોએ બનાવેલા દિવડાઓની કરાય સામુહિક ખરીદી

દિવાળીના તહેવારોમાં સ્વદેશી વસ્તુઓના વપરાશ પર ભાર મુકતા દિવ્યાંગ બાળકોએ બનાવેલા દિવડાઓની સામુહિક ખરીદી કરવામાં આવી હતી.

X

ભારત-તિબ્બત સંઘ જામનગર જિલ્લા-શહેર મહિલા વિભાગ દ્વારા ગુજરાત પ્રાંતમાંથી મળેલી સૂચના અનુસાર, દિવાળીના તહેવારોમાં સ્વદેશી વસ્તુઓના વપરાશ પર ભાર મુકતા દિવ્યાંગ બાળકોએ બનાવેલા દિવડાઓની સામુહિક ખરીદી કરવામાં આવી હતી.

જામનગરના મેહુલનગર ટેલિફોન એક્સચેન્જ નજીક આવેલા ૐ ટ્રેનિંગ સેન્ટરના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલા સંપૂર્ણ સ્વદેશી દીવડાઓની ખરીદી કરી ચાઈનીઝ દિવડાઓનો વિરોધ કરીને ભારત-તિબ્બત સંઘ દ્વારા ઉદાહરણરૂપ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ભારત-તિબ્બત સંઘના જામનગર જિલ્લા અધ્યક્ષ ડિમ્પલ રાવલે જણાવ્યું હતું કે, "અપની દિવાલી, અપને લોગો કે લીએ" દિવાળી કાર્યક્રમ હેઠળ આગામી દિવાળીમાં સંઘની તમામ બહેનો સ્વદેશી વસ્તુઓ જ ઉપયોગમાં લેનાર છે. જેના ભાગરૂપે દિવ્યાંગ બાળકોએ બનાવેલા દિવડાની ખરીદી કરવામાં આવી અને અન્ય લોકોને પણ ખરીદી કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દિવ્યાંગ બાળકોને દીવડા બનાવવાની પ્રેરણા આપનાર ડિમ્પલ મહેતા, ભારત-તિબ્બત સંઘ જામનગર જિલ્લા-શહેરના અધ્યક્ષ ડિમ્પલ રાવલ, ધારા પુરોહિત, પૂર્ણિમા નંદા, પારુલ સોની અને પ્રીતિ પંડ્યા સહિતના બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story