જામનગર ખાતે લેઉવા પટેલ સમાજ દ્વારા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદની પુણ્યતિથિ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાં તા. ૨૮.૭.૨૦૨૩ શુક્રવારના રોજ સવારે ૯.૦૦ વાગ્યાથી બપોરે ૨.૦૦ વાગ્યા સુધી લેઉવા પટેલ સેવા સમાજ દ્વારા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને તેઓના મિત્ર મંડળની ટીમના સહકારથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર પટેલ સમાજના પૂર્વ પ્રમુખ તેમજ પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલ રાદડિયા અને સ્વ. વિમલ ગલાણીની પુણ્યતિથિ નિમિત્તે જામનગરના દક્ષિણ ૭૯ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીની આગેવાની હેઠળ સમગ્ર મિત્ર મંડળ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.