Connect Gujarat
ગુજરાત

જામનગર : સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂગોવિંદસિંઘ કોવિડ હોસ્પિટલ ખાતે યોજાય મોકડ્રીલ, કોરોના અંગે સમીક્ષા કરાય...

સમગ્ર દેશ સહિત ગુજરાતની હોસ્પિટલોમાં કોરોના અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે,

X

સમગ્ર દેશ સહિત ગુજરાતની હોસ્પિટલોમાં કોરોના અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની ગુરૂગોવિંદસિંઘ કોવિડ હોસ્પિટલ ખાતે સાંસદ સભ્ય પૂનમ માડમ અને JMCના હોદેદારો દ્વારા મુલાકાત લઈ કોરોના અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

ભારતમાં કોરોનાના જોખમને ધ્યાને લઈ દેશભરમાં કોવિડ સેન્ટરો પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જામનગરની ગુરૂગોવિંદસિંઘ કોવિડ હોસ્પિટલ ખાતે પણ મોકડ્રીલનું આયોજન કરાયું હતું. જેમાં સાંસદ સભ્ય પૂનમ માડમ, મેયર બિના કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા સહિત હોસ્પિટલના ડીન નંદની દેસાઇ, સુપ્રિટેન્ડન્ટ દિપક તિવારી તેમજ સિનિયર ડોક્ટરો સાથે રાખીને કોરોના સામે લડવાની તૈયારીની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ તૈયારીઓ અંગે જરૂરી માહિતી મેળવી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા. આ અંગે સાંસદ પૂનમ માડમે જણાવ્યુ હતું કે, જામનગરની જી.જી. હોસ્પિટલમાં માત્ર જામનગર જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ આવે છે, ત્યારે તેમના માટે કોરોનાની તૈયારીની સમીક્ષા અર્થે મોકડ્રીલ યોજાય હતી. એટલું જ નહીં, અહી ઓકસીજન ટેન્કની કેપેસિટી તેમજ આઇસોલેશન વોર્ડમાં બેડ સહિતની સુવિધાઓનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોવિડ ટેસ્ટિંગ લેબમાં RTPCR સહિતના ટેસ્ટ કેટલી ઝડપે થઈ શકે તે માટેની તૈયારીની પણ સમીક્ષા કરાય હતી. આ ઉપરાંત શહેરના અન્ય આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય સમિતિના ચેરમેન ડીમ્પલ રાવલ, કોર્પોરેટર કિશન માડમ, આશીષ ત્રિવેદી સહિત આગેવાનોએ કોરોના અંગે નિરીક્ષણ કર્યું હતું, અને ઉપસ્થિત ડોક્ટરો પાસેથી જરૂરી માહિતી મેળવી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Next Story