Connect Gujarat
ગુજરાત

જામનગર : ચૈત્ર નવરાત્રી નિમિત્તે માટેલ પદયાત્રામાં 52 ગજની ધ્વજા સાથે 2 હજારથી વધુ શ્રધ્ધાળુઓ જોડાયા

માટેલ પદયાત્રા સંઘ-જોગવડ દ્વારા પ્રતિવર્ષ ચૈત્ર નવરાત્રીમાં જામનગરથી અનેક શ્રધ્ધાળુઓને પગપાળા માટેલ દર્શનાર્થે લઈ જવામાં આવે છે

X

માટેલ પદયાત્રા સંઘ-જોગવડ દ્વારા પ્રતિવર્ષ ચૈત્ર નવરાત્રીમાં જામનગરથી અનેક શ્રધ્ધાળુઓને પગપાળા માટેલ દર્શનાર્થે લઈ જવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ અંદાજે 2 હજારથી વધુ શ્રધ્ધાળુઓની હાજરીમાં માટેલ પદયાત્રાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.

માટેલ પદયાત્રા સંઘ-જોગવડ દ્વારા જામનગરથી 2 હજારથી પણ વધુ પદયાત્રીઓને માટેલ સુધી લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે આ સંઘનું પ્રસ્થાન ખંભાળિયાના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ તેમજ જીતુલાલ, શેતલ શેઠ અને ડિગુભા જાડેજા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ચૈત્ર નવરાત્રીના પાવન પર્વ પર 52 ગજની ધ્વજા લઈને આ સંઘ માટેલ માતાજીના દર્શનાર્થે જવા રવાના થયો હતો, ત્યારે રાસ ગરબાના તાલે સૌકોઈ શ્રધ્ધાળુઓ ઝૂમી ઉઠ્યા હતા. માટેલ પદયાત્રામાં રહેલ 52 ગજની ધ્વજાની લોકોએ વિશેષ પુજા કરી હતી.

Next Story
Share it