Connect Gujarat
ગુજરાત

જામનગર: જિલ્લામાં કોરોનાથી ચાર હજારથી વધુ લોકોના મોત; મૃતકોના પરિજનોને 4 લાખની સહાય આપવા કોંગ્રેસની માંગ

જામનગર ખાતે કોંગ્રેસે યોજી પત્રકાર પરિષદ, જિલ્લામાં કોરોનાથી સાડા ચાર હજારથી વધુ મોત.

X

જામનગરમાં કોંગ્રેસની ન્યાયયાત્રા દરમિયાન સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા. જામનગરમાં કોરોના ન્યાય યાત્રાનો સારાંશ રજૂ કરવા માટે જામનગર કોંગ્રેસે આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કોરોના મૃતકોના પરિજનોને રૂપિયા 4 લાખનું વળતર આપવાની માગણી કરવામાં આવી છે.

કોવિડ ન્યાય યાત્રાનો અહેવાલ રજૂ કરતાં ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યું હતું કે, સરકાર અસત્યનો સહારો લઇને પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કરી રહી છે. એકલા જામનગર જિલ્લામાં જ કોરોનાના કારણે સાડા ચાર હજારથી વધુ લોકોના મોત થયા હોવા છતાં સરકારી ચોપડે માત્ર 207 મોત જ જાહેર કરવામાં આવ્યા છે. સુપ્રિમકોર્ટમાં સરકારે કોરોના મૃતકોના પરિજનોને રૂપિયા 50,000નું વળતર આપવા જણાવ્યું છે. માનવીના જીવન સામે આ રકમ ખૂબ જ અલ્પ છે.

પરિજનો મુશ્કેલીના સમયમાં જીવન નિર્વાહ કરી શકે તે માટે ઓછામાં ઓછું 4 લાખનું વળતર મળવું જોઇએ તેવી કોંગ્રેસની માગણી છે. આ માગણીને લઇને કોંગ્રેસ દ્વારા સતત લડત ચલાવવામાં આવી રહી છે અને આગામી સમયમાં પણ લડત ચાલુ રહેશે. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 1000થી વધુ મૃતક પરિવારના ફોર્મ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભરવામાં આવ્યા છે.

Next Story