જામનગર: બ્રાસ ઉદ્યોગ સંબંધિત નેશનલ કોન્ફરન્સ યોજાય, તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યા પ્રતિભાવ

બ્રાસ ઉદ્યોગ સંબંધિત નેશનલ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રાસ ઉદ્યોગમાં રી-યુઝ અને રી-સાયકલિંગ તેમજ રી- મેન્યુફેકચરિંગના મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

New Update
જામનગર: બ્રાસ ઉદ્યોગ સંબંધિત નેશનલ કોન્ફરન્સ યોજાય, તજજ્ઞો દ્વારા આપવામાં આવ્યા પ્રતિભાવ

જામનગરમાં બ્રાસ ઉદ્યોગ સંબંધિત નેશનલ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્રાસ ઉદ્યોગમાં રી-યુઝ અને રી-સાયકલિંગ તેમજ રી- મેન્યુફેકચરિંગના મુદાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

Advertisment

જામનગરના ઉદ્યોગમાં રિસાઈકલિંગનું શું મહત્વ છે અને વેસ્ટ યુટીલાઇઝેશન માટે સરકારની પોલિસીને ધ્યાનમાં રાખીને ઉદ્યોગકારોએ કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું જોઈએ તે અંગેની એક નેશનલ કક્ષાની કોન્ફરન્સ અવેરનેસ ડ્રાઈવના ભાગરૂપે શહેરના ઓશવાળ સેન્ટર ખાતે યોજવામાં આવી હતી જેમાં કેન્દ્રિય મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ અને સાંસદ પૂનમ માડમ ઉપસ્થિત રહ્યા હતા.દરેક ઉદ્યોગમાં વેસ્ટ નીકળતો હોય છે કોઈપણ પ્રકારના વેસ્ટનું વધુમાં વધુ રિસાઈકલિંગ કરવું અને ફરીથી ઉપયોગ કરવો તે દરેક ઉદ્યોગ માટે જરૂરી પરિબળ હોવાનું સૌ સ્વીકારી રહ્યા છે રિયુઝ અને રી સાયકલિંગ તેમજ રી મેન્યુફેકચરિંગના મુદાઓને ધ્યાનમાં રાખીને જામનગરના વિશ્વ પ્રસિધ્ધ બ્રાસ ઉદ્યોગમાં સ્ક્રેપ રિસાઈકલિંગ માટે શું શું થઈ શકે એમ છે કેવા પ્રકારની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય એમ છે અને વેસ્ટ યુટીલાઇઝેશન દ્વારા ઉદ્યોગ વધુ સમૃદ્ધ બનાવવાની દિશામાં કેવીરીતે આગળ વધી શકાય તે અંગેની વિશિષ્ટ કોન્ફરન્સ યોજવામાં આવી હતી

Advertisment
Latest Stories