જામનગર : ઓલ્ડ એઇજ કેર ટ્રેનીંગ સેન્ટરના કોર્ષની શરૂઆત, 55થી વધુ ઉમેદવારો જોડાયા

જામનગરમાં ઇંડિયન રેડક્રોસ સોસાયટી અને કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા ઓલ્ડ એઇજ કેર ટ્રેનીંગ સેન્ટરના એક મહિનાના કોર્ષની શરૂઆત કરવામાં આવી છે.

જામનગર : ઓલ્ડ એઇજ કેર ટ્રેનીંગ સેન્ટરના કોર્ષની શરૂઆત, 55થી વધુ ઉમેદવારો જોડાયા
New Update

જામનગરમાં ઇંડિયન રેડક્રોસ સોસાયટી અને કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા ઓલ્ડ એઇજ કેર ટ્રેનીંગ સેન્ટરના એક મહિનાના કોર્ષની શરૂઆત કરવામાં આવી છે. જેમાં આશરે 55થી વધુ ઉમેદવારો જોડાયા હતા.

જામનગરના નેશનલ હાઈસ્કૂલ ખાતે ઇંડિયન રેડક્રોસ સોસાયટી અને કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા ઓલ્ડ એઇજ કેર ટ્રેનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બન્ને સંસ્થા દ્વારા એક મહિનાના કોર્ષની શરૂઆત કરવામાં આવી છે. આ કેમ્પમાં અંદાજે 55થી વધુ ઉમેદવારો જોડાયા છે, તેમજ એક મહિનાના કોર્ષ દરમિયાન ઉમેદવારોને ઘરમાં કે અન્ય સ્થળો પર વૃદ્ધોની સેવાકીય કાર્ય કેવી રીતે કરવું, સમયસર નવડાવવા, દવા આપવી અને બ્લડ પ્રેશર માપવા સહિતના નાના મોટા તમામ કાર્યો અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત સંસ્થા દ્વારા આ કોર્ષ કરનાર ઉમેદવાર અને શિક્ષકોને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે.

#Gujarat #ConnectGujarat #BeyondJustNews #Jamnagar #Old Age Care Training Center #course started
Here are a few more articles:
Read the Next Article