Connect Gujarat
ગુજરાત

જામનગર : ઓકટોબર મહિનાના બીજા રવિવારે થતું "પતંગોત્સવ"નું આયોજન, લોકોએ પતંગો ઉડાવી મોજ માણી

જામનગરમાં સુમેર સ્પોર્ટ ક્લબ અને ગોલ્ડન કાઇટ ક્લબ-મુંબઈ દ્વારા પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

જામનગર : ઓકટોબર મહિનાના બીજા રવિવારે થતું પતંગોત્સવનું આયોજન, લોકોએ પતંગો ઉડાવી મોજ માણી
X

જામનગરમાં સુમેર સ્પોર્ટ ક્લબ અને ગોલ્ડન કાઇટ ક્લબ-મુંબઈ દ્વારા પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સુમેર સ્પોર્ટ્સ ક્લબના સભ્યો અને પરિવાર દ્વારા પતંગ ચગાવવામાં આવી હતી.

જામનગરમાં સુમેર સ્પોર્ટ્સ ક્લબ અને ગોલ્ડન કાઇટ ક્લબ-મુંબઈ દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોલ્ડન કાઇટ ક્લબ-મુંબઈ દ્વારા દેશ-વિદેશમાં દર ઓકટોબર મહિનાના બીજા રવિવારે પતંગોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે ઓકટોબર મહિનાના બીજા રવિવારે જામનગરના સુમેર સ્પોર્ટસ ક્લબમાં સુમેર સ્પોર્ટસ ક્લબ અને કાઇટ ક્લબ દ્વારા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરના સુમેર સ્પોર્ટસ ક્લબ ખાતે યોજાયેલ પતંગોત્સવમાં સુમેર સ્પોર્ટ ક્લબના સભ્યો અને પરિવારે અલગ અલગ અનેક પ્રકારની અવનવી પતંગોને આકાશમાં ઉડાવી ખૂબ મોજ માણી હતી. ગોલ્ડન કાઇટ ક્લબ છેલ્લા ઘણા વર્ષોથી પતંગ મહોત્સવ સાથે સંકળાયેલું ક્લબ છે, તેમજ દેશ અને વિદેશમાં અનેક સ્થળો પર પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે પતંગોત્સવનું આયોજન કરી ચૂક્યું છે.

Next Story