/connect-gujarat/media/post_banners/f5eb53929493d337c0085ab24a721dc32162ccdb7df692b04859c9db125825ed.jpg)
જામનગરમાં સંગ્રહાલય દિવસ નિમિતે પુરાતત્વ અને સંગ્રહાલય ખાતું જામનગર દ્વારા વિશ્વ સંગ્રહાલય દિવસની થીમ પર પિસ્તા આર્ટ વર્કશોપ અને ક્યુરેટર ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જામનગરમાં રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતું, રાજ્ય સરકાર હેઠળના પુરાતત્વીય સંગ્રહાલય, જામનગરમાં 'વિશ્વ સંગ્રહાલય દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય પરિષદ દ્વારા 'વિશ્વ સંગ્રહાલય દિવસ’ થીમ આધારિત જામનગર પુરાતત્વીય સંગ્રહાલય ખાતે 'વિશ્વ સંગ્રહાલય દિવસ'ની ઉજવણીના ભાગરૂપે 'પીસ્તા આર્ટ વર્કશોપ' અને 'ક્યુરેટર ટોક'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8થી 16 વર્ષની ઉંમરના 22 બાળકોને સેજલ આસર દ્વારા પીસ્તાના વધેલા ફોતરાં અને વોટર કલરમાંથી બર્ડ ડેકોરેશન બનાવવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પુરાતત્વીય સંગ્રહાલયના ક્યુરેટર ડો. ધીરજ ચૌધરી દ્વારા 'ક્યુરેટર ટોક'માં જણાવાયું હતું કે, આ દિવસે ઉજવણીનો મુખ્ય હેતુ સમાજમાં સંગ્રહાલયોની ભૂમિકા, શિક્ષા, સંસ્કૃતિ, વિરાસતનું સંરક્ષણ અને સમાજમાં જાગૃતિ લાવવાનો છે. તેમણે બાળકો અને મુલાકાતીઓને સંગ્રહાલયના મહત્વ વિષે માહિતીગાર કર્યા હતા.