જામનગર શહેરમાં વોલ પર વોર શરૂ થઈ છે. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ પાસેની દીવાલ પર ભાજપના ચૂંટણી ચિન્હ ચિત્રની સામે કોઈએ રાંધણ ગેસના બાટલાનું ચિત્ર સાથે ભાવ લખતા બન્ને પક્ષ વચ્ચે ભડકો કર્યો છે. જામનગરમાં મુખ્ય 2 રાજકીય પક્ષો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે દીવાલ પર જાણે ચૂંટણી વોર એટલે કે, વોલ પર વોર શરૂ થઈ હોય તેવો તાલ સર્જાયો છે.
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડની દીવાલ પર ભારતીય જનતા પાર્ટીનું ચિન્હ કમળનું ચિત્ર દોરાયું હતું, જેની બાજુમાં જ કોઈએ રાંધણ ગેસનો બાટલો ચિતરીને અંદર ભાવ લખીને મોંઘવારીના મુદે ભાજપ પર કટાક્ષ કર્યો હત. આ ચિત્ર વોર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે કે, કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બન્ને રાજકીય પક્ષો દ્વારા સામસામે પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.