જામનગર : દીવાલ પર શરૂ થયું રાજકીય દંગલ, ભાજપના ચિન્હ સામે રાંધણ ગેસના બાટલાના ચિત્રથી વિવાદ

પ્રદર્શન ગ્રાઉન્ડની દીવાલ પર શરૂ થયું વોલ વોર ભાજપના ચિન્હ સામે રાંધણ ગેસના બાટલાનું ચિત્ર બન્ને રાજકીય પક્ષોએ આપી સામસામે પ્રતિક્રિયાઓ

જામનગર : દીવાલ પર શરૂ થયું રાજકીય દંગલ, ભાજપના ચિન્હ સામે રાંધણ ગેસના બાટલાના ચિત્રથી વિવાદ
New Update

જામનગર શહેરમાં વોલ પર વોર શરૂ થઈ છે. શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ પાસેની દીવાલ પર ભાજપના ચૂંટણી ચિન્હ ચિત્રની સામે કોઈએ રાંધણ ગેસના બાટલાનું ચિત્ર સાથે ભાવ લખતા બન્ને પક્ષ વચ્ચે ભડકો કર્યો છે. જામનગરમાં મુખ્ય 2 રાજકીય પક્ષો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે દીવાલ પર જાણે ચૂંટણી વોર એટલે કે, વોલ પર વોર શરૂ થઈ હોય તેવો તાલ સર્જાયો છે.

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડની દીવાલ પર ભારતીય જનતા પાર્ટીનું ચિન્હ કમળનું ચિત્ર દોરાયું હતું, જેની બાજુમાં જ કોઈએ રાંધણ ગેસનો બાટલો ચિતરીને અંદર ભાવ લખીને મોંઘવારીના મુદે ભાજપ પર કટાક્ષ કર્યો હત. આ ચિત્ર વોર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે કે, કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ બન્ને રાજકીય પક્ષો દ્વારા સામસામે પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.

#ConnectGujarat #BJP #political #Jamnagar #Controversy #picture #cooking gas #bottle #Symbol
Here are a few more articles:
Read the Next Article