Connect Gujarat
ગુજરાત

જામનગર : દિવાળી નિમિત્તે મૈત્રી લેડિઝ ક્લબ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાય, રંગોળી પ્રદર્શનનું પણ આયોજન

યુવતીઓએ ચિરોડી કલરમાંથી અલગ અલગ પ્રકારની રંગોળીઓ બનાવી પોતાની કલાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા

X

દિવાળીના તહેવાર નિમિત્તે જામનગરમાં મૈત્રી લેડિઝ ક્લબ દ્વારા શહેરની મહિલાઓ અને યુવતીઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવાર નિમિત્તે જામનગરમાં અનેક સ્થળો પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરના રામેશ્વર નગર વિસ્તારમાં મૈત્રી લેડિઝ ક્લબ દ્વારા મહિલાઓ અને યુવતીઓ માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયોજનમાં મોટી સંખ્યામાં યુવતીઓએ ભાગ લઈ ચિરોડી કલરમાંથી અલગ અલગ પ્રકારની રંગોળીઓ બનાવી પોતાની કલાથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ રંગોળી સ્પર્ધામાં વિજેતા થનારને આમંત્રિત મહેમાનોના હસ્તે ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સ્પર્ધકો દ્વારા તૈયાર કરાયેલ રંગોળીઓનું જાહેર જનતાને નિહાળવા માટે પ્રદર્શનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર કિશન માડમ, ભાજપ શહેર મંત્રી ભાવિષા ધોળકિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story