જામનગર:RSS દ્વારા નારદ જયંતિ નિમિત્તે પત્રકાર મિલન સમારોહ યોજાયો,સંઘ શિક્ષા વર્ગની પણ લેવામા આવું મુલાકાત

જામનગરના ધ્રોલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નારદ જયંતિ નિમિતે પત્રકાર મિલન અને સંઘ શિક્ષા વર્ગની મુલાકાત કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો

New Update
જામનગર:RSS દ્વારા નારદ જયંતિ નિમિત્તે પત્રકાર મિલન સમારોહ યોજાયો,સંઘ શિક્ષા વર્ગની પણ લેવામા આવું મુલાકાત
Advertisment

જામનગરના ધ્રોલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નારદ જયંતિ નિમિતે પત્રકાર મિલન અને સંઘ શિક્ષા વર્ગની મુલાકાત કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો જેમાં સૌરાષ્ટ્ર કચ્છના ૨૫૦ થી વધુ સ્વંયસેવકો જોડાયા હતા.

Advertisment

જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે નારદ જયંતિના સંદેશ રૂપ આદિ પત્રકાર એવા નારદજીના જીવન અને સંદેશ વ્યવહારમાં આદિકાળથી તેમની ભૂમિકા અને તેમના દ્વારા સ્થાપિત આદર્શોના પુનઃ સ્મરણ કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પત્રકાર મિલન યોજાયું હતું.આ સાથે સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ જીલ્લાઓમાથી મહાવિદ્યાલય અને વ્યવસાયી સ્વયંસેવકો સંઘના પ્રથમ વર્ષના 20 દિવસીય અભ્યાસ વર્ગની તપ સાધન માં જોડાયા તેનું પ્રત્યક્ષ દર્શન કરવાં માટે પત્રકાર બંધુઓને આમંત્રીત કરાયા હતા.આ વર્ગમાં શારીરિક,બૌદ્ધિક અભ્યાસ,યોગ,સમાજ સેવા,સંસ્કૃત,સ્વદેશી તથા વિવિધ લોક ઉપયોગી વિષયો માટેના પ્રબોધન થતા પ્રાયોગિક અભ્યાસની વ્યવસ્થા હોય છે. દરેક શીક્ષાર્થી, શિક્ષક તથા પ્રબંધક સ્વ ખર્ચે,નિશ્ચિત શુલ્ક આપીને વર્ગમાં ભાગ લે છે.