Connect Gujarat
ગુજરાત

જામનગર : સ્ટાર એર ભારતની પ્રથમ એરલાઈન બનશે જે, 3 શહેરો વચ્ચે કરશે નોન-સ્ટોપ ફ્લાઈટ્સનું સંચાલન

X

સ્ટાર એરએ જામનગર, બેંગલુરુ અને હૈદરાબાદ શહેરો વચ્ચે નવા નોન-સ્ટોપ હવાઈ માર્ગોની જાહેરાત કરી છે. સ્ટાર એર ભારતની પ્રથમ એરલાઈન બનશે જે 3 શહેરો વચ્ચે નોન-સ્ટોપ ફ્લાઈટ્સનું સંચાલન કરશે. આ સેવા હજારો લોકોની મુસાફરીને ઝડપી અને સરળ બનાવી સલામતી સાથે અનુકૂળ મુસાફરી કરવામાં મદદ કરશે.

જામનગર અને હૈદરાબાદમાં સ્ટાર એરએ તેની સફળતા હાંસલ કર્યા બાદ, હવે નાગપુર અને અન્ય કેટલાક શહેરોમાં તેના નેટવર્કને વિસ્તૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. હાલમાં, અમદાવાદ, અજમેર, બેંગલુરુ, બેલાગવી, દિલ્હી, હુબલ્લી, ઇન્દોર, જોધપુર, કલાબુર્ગી, મુંબઈ, નાસિક, સુરત અને તિરુપતિ સહિત 13 ભારતીય સ્થળો માટે સુનિશ્ચિત ફ્લાઇટ સેવાઓ પ્રદાન કરે છે. જામનગર, હૈદરાબાદ અને બેંગલુરુ વચ્ચેનો નવો માર્ગ મુસાફરોનો સમય બચાવશે અને સગવડ વધારશે. સૌથી વધુ વાજબી કિંમતે શ્રેષ્ઠ ઉડ્ડયન સેવાઓ પૂરી પાડવા માટે સ્ટાર એર સમર્પિત છે.

Next Story