/connect-gujarat/media/post_banners/f0edb357a8fbc35c41a830254b26d950012d00541e3a31ad4d18b98bae1e64e9.webp)
જામનગર શહેરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા શ્રી 5 નવતનપુરીધામ, ખીજડા મંદિર ખાતે તા. 25 સપ્ટેમ્બર, 2022 સુધી ત્રિદિવસીય મહામતિશ્રી પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
પ્રાણનાથજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે જામનગર અને આસપાસના અન્ય રાજ્યો ઉપરાંત દેશ વિદેશમાંથી આવેલા સુંદરસાથજી ભાવિકોની ઉપસ્થતિમાં તારતમ સાગરની અખંડ પારાયણનો શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણીજી મહારાજ અને સંતો મહંતોની ઉપસ્થિતિ વચ્ચે પ્રારંભ થયો હતો. પ્રતિવર્ષે મહામતી જેમ આ વર્ષે પણ આજથી શ્રી પ્રાણનાથજીના પ્રાગટ્ય મહોત્સવનો દબદબાભેર પ્રારંભ થયો છે. ત્રિદિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવના પ્રારંભે જામનગરના આણંદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી મહારાજ, મોટી હવેલી જામનગરના પૂ. વલ્લભરાયજી મહોદય, સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ. ધર્મનિધિજી મહારાજ, બ્રહ્માકુમારી ઈશ્વરીય વિદ્યાલય પ્રેમીલાબેન, એશ્વર્યાબેન સહિતના સંતો મહંતો ઉપરાંત ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ, મેયર બીના કોઠારી, પૂર્વ કૃષિ મંત્રી અને ધારાસભ્ય આર.સી.ફળદુ, વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાર્થના અધ્યક્ષ ભરત મોદી સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવના બીજા દિવસે એટલે કે, બીજા દિવસે સવારે 10 કલાકે પ્રાગટ્ય મહોત્સવની મહાઆરતી, દર્શન તથા મંદિરના શિખર ઉપર નૂતન ધ્વજારોહણ થશે ત્યારબાદ બપોરે 4 કલાકે શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી વિશાળ શોભાયાત્રા પણ નીકળશે. જે શોભાયાત્રા જામનગર શહેરના મુખ્ય માર્ગો પરથી ફરી મહામતી પ્રાણનાથજીના જન્મ સ્થાન 'શ્રી પ્રાણનાથ મેડી મંદિર' થઈ આ શોભાયાત્રા નગર પરિભ્રમણ કરી પુનઃ ખીજડા મંદિરે પહોંચી સંપન્ન થશે. તા. 25 સપ્ટેમ્બર, 2022ને રવિવારના રોજ "શ્રી તારતમ સાગર''ના શ્રી 108 પારાયણની સવારે 10:30 વાગ્યે પૂર્ણાહુતિ થશે.
/connect-gujarat/media/media_files/2025/07/07/mahiii-2025-07-07-11-35-14.png)