/connect-gujarat/media/post_banners/91077c18904c1094704d0c28ba67e64ab1bfcfce17a1afd26f0d565a37e1255f.jpg)
પાલિતાણામાંજૈનોના તીર્થધામ શેત્રુંજય પર્વત પર આવેલી પાઠશાળામાં ભગવાન શ્રી આદિનાથદાદાની ચરણ પાદુકામાં તોડફોડની ઘટના પ્રત્યે રોષ પ્રગટ કરવા જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના સ્થાનિક જૈન આગેવાનોએ રેલી યોજી આવેદન પત્ર પાઠવ્યું હતું
પાલિતાણામાં જૈનોના તીર્થધામ શેત્રુંજય પર્વત પર આવેલી પાઠશાળામાં ભગવાન શ્રી આદિનાથદાદાની ચરણ પાદુકામાં તોડફોડની ઘટના સામે આવી હતી જેના વિરોધમાં જામનગરના ચાંદીબજાર વિસ્તારમાંથી જૈન સમાજના અગ્રણીઓ અને નાગરિકોએ સ્કૂટર રેલી યોજી હતી.આ રેલી શહેરના મુખ્યમાર્ગો પર પસાર થઈ જોગર્સ પાર્ક નજીક પૂર્ણ થઈ હતી ત્યારબાદ જૈન સમાજના અગ્રણીઓએ પાલિતાણાના બનાવ અંગે વિરોધ દર્શાવતુ આવેદનપત્ર આપ્યું હતું અને આ કૃત્ય કરનાર વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.આ ઉપરાંત જૈન સમાજના વેપારીઓએ અડધો દિવસ પોતાનો ધંધો રોજગાર બંધ રાખી નારાજગી વ્યક્ત કરી હતી