જામનગર : શું "હવામાન" બનશે વિલન ?, હાપા માર્કેટ યાર્ડ કરાયું બંધ

રાજયના હવામાન વિભાગે જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરી છે.

જામનગર : શું "હવામાન" બનશે વિલન ?, હાપા માર્કેટ યાર્ડ કરાયું બંધ
New Update

જામનગરમાં હવામાન ખાતાની આગાહીના પગલે માર્કેટિંગ યાર્ડ ખાતે ખેતપેદાશો વેચાણ માટે નહિ લાવવા માટે હાપા માર્કેટ યાર્ડના સત્તાધીશોએ ખેડુતોને અપીલ કરી છે. રાજયના હવામાન વિભાગે જામનગર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસવાની આગાહી કરી છે. વરસાદની આગાહીના પગલે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેતપેદાશોની ખરીદી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી,કપાસ, લસણ અને મરચાં જેવી અનેક ખેતપેદાશો લઇ ખેડુતો વેચાણ માટે આવી રહયાં છે. હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી, લસણ અને મરચાંની જણસનો સારો અને સૌથી વધુ ભાવ મળતો હોવાથી ખેડુતોનો ધસારો રહે છે. જો વરસાદ પડે તો ખેતપેદાશોને નુકશાન થાય તેવી સંભાવના છે. હાપા માર્કેટ યાર્ડના સત્તાધીશોએ હાલ પુરતી ખરીદી બંધ રાખી તકેદારીનું પગલું ભર્યું છે.

#Meteorological Department #weather #Jamnagar #હવામાન વિભાગ #હવામાન ખાતાની આગાહી #જામનગર #weatherUpdate #Weather Report #Hapa Market Yard #હાપા માર્કેટ યાર્ડ #હવામાન
Here are a few more articles:
Read the Next Article