Connect Gujarat
ગુજરાત

જામનગર: 'વર્લ્ડ ફોટોગ્રાફી ડે' નિમિત્તે ફોટોગ્રાફર એસોસીએશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું કરાયું આયોજન

જામનગરમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડેની કરાઇ ઉજવણી, ફોટોગ્રાફર એસોસીએશન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન.

X

આજે દુનિયાભરમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવવામાં આવી છે ત્યારે જામનગર ખાતે પણ ફોટોગ્રાફર એસોસીએશન દ્વારા વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

સમગ્ર વિશ્વ આજે એટ્લે કે 19 ઓગષ્ટએ વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણી કરે છે. ત્યારે જામનગરમાં પણ ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા વર્લ્ડ ફોટોગ્રાફી ડે ની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા આજે સવારે બાઈકરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ચિલ્ડ્રન ફોટોગ્રાફી અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો.

જેમાં ઉપસ્થિત રહેલ ફોટોગ્રાફરોને ચિલ્ડ્રન ફોટોગ્રાફી કેવીરીતે કરવી તે અંગે તમામ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ પંકજ ભટ્ટ, ઉપ પ્રમુખ પ્રવિણસિંહ વાઢેર, સેક્રેટરી સંદીપ દોશી તેમજ એસોસિએશનના સભ્યો અને ફોટોગ્રાફરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it