જામનગર: પીળા રંગના તરબૂચે ગ્રાહકોમાં જમાવ્યું આકર્ષણ

જામનગરમાં તરબૂચની બજારોમાં પ્રથમ વખત બહારથી લીલા અને અંદરથી પીળા કલરના તરબૂચે ગ્રાહકોમાં આકર્ષણ જગાવ્યું છે

New Update
જામનગર: પીળા રંગના તરબૂચે ગ્રાહકોમાં જમાવ્યું આકર્ષણ

જામનગરમાં તરબૂચની બજારોમાં પ્રથમ વખત બહારથી લીલા અને અંદરથી પીળા કલરના તરબૂચે ગ્રાહકોમાં આકર્ષણ જગાવ્યું છે તેમજ આ તરબૂચ સામાન્ય તરબૂચ કરતાં વધુ મીઠા હોય છે

જામનગરના દિગ્વિજય પ્લોટ પાસે મુનાભાઇ તરબૂચવાળા વેપારી પાસે અનોખી જાતના તરબૂચનું આ વર્ષે આગમન થયું છે જેમાં તરબૂચની સિઝન શરૂ થતાની સાથે જ જામનગરની બજારમાં ઠેક ઠેકાણે તરબૂચનું આગમન થઈ ચૂક્યું છે આ વર્ષે મુનાભાઇ તરબૂચવાળાને ત્યાં પીળા તરબૂચ આવ્યા છે જે તરબૂચ ઉપરથી લીલા અને અંદરથી પીળા આવે છે જે ગ્રાહકોમાં આકર્ષણ જમાવ્યું છે જમનગરમાં ઉનાળાની સિઝન શરૂ થતાં તરબૂચની ધૂમ આવક થઈ રહી છે આ સાથે મુનાભાઇ એ જણાવ્યુ હતું કે પીળા તરબૂચ સામાન્ય તરબૂચ કરતાં વધુ મીઠા આવે છે અને આ તરબૂચના બિયારણ ઓનલાઈન થાઈલેન્ડથી મંગાવી ખેતરમાં વાવી ત્યારબાદ તૈયાર કરવામાં આવે છે

Latest Stories