Connect Gujarat
ગુજરાત

“જનતા રેડ” : વલસાડના વેજલપુરમાં ગેરકાયદે પ્રવૃત્તિઓની રાવ વચ્ચે પરપ્રાંતિયોના આધાર-પુરાવા ચકાસવામાં આવ્યા...

વેજલપુર ગામના રહીશો દ્વારા ગામમાં રહેતા પરપ્રાંતિય લોકોના આધાર પુરાવાઓ ચકાસવા માટે જનતા રેડ કરવામાં આવી હતી.

X

વલસાડ તાલુકાના વેજલપુર ગામના રહીશો દ્વારા ગામમાં રહેતા પરપ્રાંતિય લોકોના આધાર પુરાવાઓ ચકાસવા માટે જનતા રેડ કરવામાં આવી હતી.

વલસાડ તાલુકાના વેજલપુર ગામમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો વસવાટ કરે છે. તો બીજી તરફ, વેજલપુર ગામમાં ગેરકાયદેસર મકાનો બાંધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોવાની રાવ ઉઠવા પામી હતી. જોકે, આ મામલે ઘણા સમયથી વેજલપુર ગામના સરપંચને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી, ત્યારે વેજલપુર ગામના સરપંચ સહિત ગ્રામજનોએ એકઠા થઈ ગામમાં રહેતા પર પરપ્રાંતિય લોકોના આધાર પુરાવા ચકાસવા માટે જનતા રેડ કરી હતી. જેમાં પરપ્રાંતિય લોકોના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ પરિવારમાં કેટલા સભ્યો છે, અને શું વ્યવસાય કરવામાં આવે છે. તેની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જોકે, વેજલપુર ગામના રહીશોની જનતા રેડ દરમ્યાન 3 વ્યક્તિઓ શંકાસ્પદ જણાતા વલસાડ રૂલર પોલીસ મથકે જાણ કરવામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story