Connect Gujarat
ગુજરાત

ગુજરાત માહિતી આયોગમાં નોકરીની તક, 15 ફેબ્રુઆરી અરજીની અંતિમ તારીખ

ગુજરાત માહિતી આયોગમા ભરતીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માહિતી આયોગ માં કાયદા અધિકારીની 7 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે

ગુજરાત માહિતી આયોગમાં નોકરીની તક, 15 ફેબ્રુઆરી અરજીની અંતિમ તારીખ
X

ગુજરાત માહિતી આયોગમા ભરતીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત માહિતી આયોગ માં કાયદા અધિકારીની 7 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો 15મી ફેબ્રુઆરી સુધી અરજી કરી શકશે. જોકે અહીં મહત્વની વાત એ છે કે, 11 માસના કરાર આધારિત આ જગ્યાઓ ભરવામાં આવશે

ગુજરાત માહિતી આયોગ માં ભરતી સામે આવી છે. વિગતો મુજબ માહિતી આયોગ માં કાયદા અધિકારીની 7 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં લાયકાત ધરાવતા ઉમેદવારો 15મી ફેબ્રુઆરી સુધી અરજી કરી શકશે. જોકે આ ભરતીમાં નિવૃત્ત અધિકારી ને પણ લાયક ગણવામાં આવ્યા છે. 64 વર્ષની વય મર્યાદા નિવૃત્ત અધિકારી માટે રાખવામાં આવી છે માહિતી આયોગમાં કાયદા અધિકારીની 7 જગ્યાઓ માટે વય મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. આ ભરતીમાં 64 વર્ષની વય મર્યાદા નિવૃત્ત અધિકારી માટે રાખવામાં આવી છે. અન્ય ઉમેદવારો માટે ઓછામાં ઓછી 30 અને વધુમાં વધુ 50 વર્ષની વય મર્યાદા છે. આ ભરતીમાં નિવૃત્ત અધિકારીઓને પણ લાયક ગણવામાં આવ્યા છે ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર કચેરીમાં ભવિષ્યમાં ખાલી પાડનાર કાયદા અધિકારીની 7 જગ્યાઓ 11 માં માસ કરાર આધારિત ફિક્સ વેતન થી ભરવા પસંદગી યાદી તૈયાર કરવા સારું જાહેરાતમાં દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં અરજીઓ મંગાવવામાં આવી છે

Next Story