જૂનાગઢ: નીરજ નામધારીઓને મફત પેટ્રોલ અને હેર કટિંગ બાદ હવે ગિરનાર રોપ વેમાં પણ વિના મૂલ્યે મુસાફરી

નીરજ ચોપડાએ દેશને અપાવ્યો ગોલ્ડ મેડલ, દેશમાં ઠેર ઠેર ઉજવણી.

જૂનાગઢ: નીરજ નામધારીઓને મફત પેટ્રોલ અને હેર કટિંગ બાદ હવે ગિરનાર રોપ વેમાં પણ વિના મૂલ્યે મુસાફરી
New Update

ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડમેડલ આપવનાર નીરજ ચોપરા એ ભારત દેશને ગૌરવ આપવ્યું છે ત્યારે જુનાગઢ ગિરનાર રોપવે ના મેનેજમેન્ટ દ્વારા નીરજ નામના વ્યક્તિને વિનામૂલ્યે રોપ વે ની સફર કરવાની જાહેરાત કરી છે.

ઓલમ્પિકમાં નિરજ ચોપડા એ ગોલ્ડ મેડલ મેળવ્યું છે જેની ઉજવણી આખો દેશ કરી રહ્યો છે ત્યારે આગામી ૨૦ ઓગસ્ટ સુધી નીરજ નામની કોઇ પણ વ્યક્તિ ગિરનાર રોપવે માં બેસી શકશે જેની પાસેથી ટિકિટ ના પૈસા લેવામાં નહીં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેના માટે નીરજ નામ ધરાવનાર વ્યક્તિએ તેમનો ઓળખનો પુરાવો બતાવવાનો રહેશે તેમજ અંબાજી મંદિરમાં દર્શન કરનાર નીરજ નામના વ્યક્તિનું સન્માન પણ કરવામાં આવશે. અત્રે મહત્પૂર્ણ છે કે ભરૂચના નેત્રંગમાં નીરજ નામધારી વ્યક્તિને 501 રૂપીયાનું પેટ્રોલ વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું તો અંકલેશ્વરમાં સલૂન સંચાલકે મફત હેર કટિંગની ઓફર મૂકી હતી જેને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો.

#Girnar #Neeraj Chopra #Connect Gujarat News #Olympic #Tokyo Olympic 2020 #Girnar Ropway
Here are a few more articles:
Read the Next Article