જુનાગઢ : માંગરોળ નજીક ઓઝત નદીનો પાળો તૂટતા 18 ગામો સંપર્ક વિહોણા

ગામ બેટમાં ફેરવાતા ખેતરો, ઘરો અને ગલીઓમાં માત્ર પાણી જ પાણી નજરે પડે છે. જોકે, તાલુકાના 18 ગામો સંપર્ક વિહોણા લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.

New Update

માંગરોળ નજીક ઓઝત નદીનો પાળો તૂટતા પાણી જ પાણી

માંગરોળ તાલુકાના 18 ગામો બેટમાં ફેરવાતા સંપર્ક વિહોણા

ખેતરોઘરો અને ગલીઓમાં માત્ર પાણી જ પાણી નજરે પડ્યું

ગામો સંપર્ક વિહોણા બનતા લોકો મુકાયા છે ભારે મુશ્કેલીમાં

ગામોને જોડતા તમામ રસ્તાઓ બંધ થતાં લોકોને હાલાકી

 જુનાગઢ જિલ્લાના માંગરોળ નજીક ઓઝત નદીનો પાળો તૂટતા માંગરોળ તાલુકાના 18 ગામો સંપર્ક વિહોણા બનતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જુનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદે મેઘતાંડવ જેવી પરિસ્થિતિ સર્જી છેત્યારે માંગરોળ નજીક ઓઝત નદીનો પાળો તૂટતા માંગરોળ તાલુકાના 18 ગામો સંપર્ક વિહોણા બનતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

ગત તા. 1 જુલાઈએ વરસેલા વરસાદના કારણે બામણસા-ઘેડ પંથક નજીક ઓઝત નદીનો પાળો તૂટી પડ્યો છે. જેના પગલે પંધરપુરહન્ટરપુરમેખડીસામાયાડાપાંધા અને બોડાદર સહિત માંગરોળના તમામ ગામોમાં પાણી ફરી વળ્યા છે. તમામ ગામો ટાપુમાં ફેરવાતા ગામોને જોડતા તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ગામ બેટમાં ફેરવાતા ખેતરોઘરો અને ગલીઓમાં માત્ર પાણી જ પાણી નજરે પડે છે. જોકેતાલુકાના 18 ગામો સંપર્ક વિહોણા લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે.

Latest Stories