જૂનાગઢમાં ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો દેવ ઉઠી આગિયારસથી પ્રારંભ થાઓ છે ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા
જ્યાં નવનાથ ,ચોર્યાસી સિધ્ધો,બાવન વીર ,64 જોગણીઓ અને 33 કોટી દેવતાઓનો સદાયે વાસ રહ્યો છે તે ગરવા ગઢ ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમા આમ તો કારતક સુદ અગિયારસથી પ્રારંભ થવાની પરંપરા રહેલી છે પરંતુ આ વર્ષે પરિક્રમા વિધિવત રીતે શરૂ થાય તે પહેલા ભવનાથમાં લાખો ભાવિકો ઉમટી પડતા તંત્રએ એક દિવસ વહેલો ગેટ ખોલવાની ફરજ પડી હતી.ગેટ ખુલતા જ લાખો ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા રવાના થયા હતા.હાલ અંદાજે 2 લાખ જેટલા ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કર્યાનું અંદાજવામાં આવી રહ્યું છે.પરિક્રમા રૂટ પર નિઃશુલ્ક અન્નક્ષેત્રો ધમધમી ઉઠયા છે.જંગલ વિસ્તારની શુદ્ધ હવામાં આધ્યાત્મિક ચેતના સમી ઉર્જાનો સંચારના અહેસાસ સાથે ભાવિકો ભજન સાથે ભક્તિ અને ભોજનના સથવારે પુણ્યનું ભાથું બાંધી ધન્યતા અનુભવી રહ્યા છે.સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ અહીં ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ પાવન ધરા પર ગિરનારની લીલી પરિક્રમા કરી હતી.જે પરંપરા મુજબ આ આધ્યાત્મિક યાત્રા પરિક્રમાના રૂપમાં પરિણમી છે